top of page

              ટેન્શન જ  ટેન્શન

                આ નાનકડા જીવનને કેટલું ટેન્શન.

                દરેક પેપરમાં આવે દુઃખદ રીએક્શન.

                જાણે ગરમીમાં પણ ન મળે એરકંડીશન

                આખી જીંદગી નોકરી કર્યા બાદ ન મળે પેન્શન.

                વળી સ્કૂલના ડ્રામામાં કરવી પડે અમારે એકશન.

                તો મિત્રો,ટીચરો પર અમારે સારી પાડવી પડે ઇમ્પ્રેશન,

                અને તો જ અમારું સારા છોકરાઓમા થાય સિલેકશન,

                વળી,આ બધુ કરવા માટે માતા-પિતા પાસે માંગવી પડે પરમીશન.

                કરવી હોય અમારે ફેશન,પણ લખવા બેસવું પડે લેશન.

                અમારે જવું હોય હિલસ્ટેશન પરંતુ પપ્પા મોકલી દે ટ્યુશન.

                વળી,દર વર્ષે થાય અમારા જી.એસ.નું ઈલેકશન.

                પરંતુ તેમાંય ન મળે સૌને અફેકશન. 

                સમોસાનું પણ અઠવાડિયા પહેલા કરવું પડે રિઝર્વેશન.

                તેથી જ છેલ્લે ડોક્ટરનું ખાવું  પડે ઈન્જેકશન.

                બોલો,આ નાનકડા જીવનને કેટલું ટેન્શન.

 

                  તો ઘણું સારું

                નસીબને માનીને જીવવા કરતાં,

                પુરુષાર્થ કરો તો ઘણું સારું.

                બંધનમાં રહીને જીવવા કરતા,

                આઝાદી હોય તો ઘણું સારું,

                એક જ વિચારને લઈને જીવવા કરતા,

                નવો અભિગમ હોય તો ઘણું સારું.

                આકાશને પકડવાની પ્રબળ ઈચ્છાને બદલે,

                પગ જમીન પર હોય તો ઘણું સારું.

                બનાવટી મહેફિલો માણવા કરતાં,

                દિલોની મહેફિલ હોય તો ઘણું સારું.

bottom of page